વાંકાનેર

વાંકાનેરમાં રીક્ષા ચાલક યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર: વાંકાનેર શહેરમાં ગતરોજ એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં એક રીક્ષા ચાલક યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના કુંભાર પરા, શેરી નંબર ૦૩ ખાતે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અબ્દુલરજાકશા મહેમુદશા કાદરી (ઉંમર વર્ષ ૩૭) નામના યુવાને ગઇકાલે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવકે પોતાના જ ઘરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ સમાચારને શેર કરો