Placeholder canvas

વાંકાનેર: મચ્છુ નદીમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત

વાંકાનેર શહેરની મચ્છુ નદીમાં ૨૮ વર્ષનો યુવાન ન્હાવા માટે ગયો હોય ત્યારે નદીના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પરશુરામ પોટરીમાં રહેતા લલીતભાઈ સોમાભાઈ સારલા (ઉ.વ.૨૮) નામના યુવાન મચ્છુ નદી ચાવડો ધરો પાસે નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે પાણીના ધરામાં ડૂબી જતા યુવાનનું કરુણ મોત થયું હતું બનાવની મૃતકના ભાઈએ પોલીસ મથકમાં જાણ કરી હતી જેથી વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો