મોરબી

મોરબી: પીપળીયા નજીક રોડ પર સુતેલા યુવકને ડમ્પરે કચડી નાખ્યો…

મોરબી: પીપળીયા – ફગાસીયા રોડ પર ડમ્પર ચાલકે રોડની સાઈડમાં સુતેલા યુવકને કચડી નાખતા યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

મળેલી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયાથી ફગાસીયા જવાના રસ્તે શ્યામ માઇક્રોન કારખાના પાસે રોડ પર સુતેલા મોહનભાઇ હાનાભાઈ પરમાર રહે.હાલ ખાખરાળા મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાઓને જીજે – 36 – એક્સ – 8924નંબરના ડમ્પર ચાલકે કચડી નાખી શરીર પર ડમ્પર ચડાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની રેખાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો