Placeholder canvas

વાંકાનેર: મહીકા ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા રાજસ્થાની યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ રાજસ્થાનના વતની હાલ મહીકા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રેમજીભાઇ રાવત (ઉ.વ. 24) ગઈકાલે તા. 25ના રોજ વાડી વિસ્તારમાં PGVCLના કામે પોલ (થાંભલા) પર કામ કરતા હતા. ત્યારે અચાનક ઇલેકટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો