વાંકાનેર

વાંકાનેર: મહીકા ગામ નજીક હાઇવે પર જોખમી બાઇક સ્ટંટ કરતો યુવાન ઝડપાયો….

વાંકાનેર: હમણા કેટલાક સમયથી બાઇક સ્ટંટના ઘેલા યુવાનોએ માજા મૂકી છે. આવા જોખમી બાઇક સ્ટંટ કરતાં યુવાનોના અવારનવાર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વધુ એક આવો વિડિયો મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પરનો વાયરલ થતાં પોલીસે આ યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ ઘટનાની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પર એક યુવાન દ્વારા રાત્રીના સમયે પોતાની અને બીજાની જીંદગીને જોખમમાં મૂકી સુતા સુતા બાઇક ચલાવી સ્ટંટ કરતાં ખોટા સીન સપાટા કરી તેનો વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી જોખમી બાઇક સ્ટંટ કરનાર મહિકાના રહેવાસી સંજયભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૧૯)ની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભારગા, એએસઆઇ જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઈ ચાવડા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઇ કલોત્રા, અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…

આ સમાચારને શેર કરો