સૌરાષ્ટ્ર

રાજકોટ: કુવાડવા પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત.

રાજકોટ કુવાડવા ગામ નજીક આજે બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ એક ગંભીર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ટ્રકે બાઈકસવાર યુવકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ રાઠોડ નીલદીપભાઈ તરીકે થઈ છે, જે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતો હતો. તે પોતાના કામ માટે બાઈક પર નીકળ્યો હતો અને અકસ્માત નડતા મોતને ભેટ્યો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી વિગતો અનુસાર, અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન રસ્તા પર જ છોડીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે. કુવાડવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. ટ્રકના નંબરના આધારે ચાલક અને માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો