વાંકાનેર

વાંકાનેર: યુવા કારખાનેદારે ઝેરી દવા પીઇ લેતા 22 દિવસની સારવાર બાદ થયું મૃત્યુ.

વાંકાનેર: જડેશ્વર રોડ પર સિંગદાણાનું કારખાનું ચલાવતા યુવાનએ કોઇ અગમ્ય કારણોસર પોતાના કારખાનાની ઓફિસમાં ઝેરી દવા પીઈ જતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના ચાવડી ચોકમાં આવેલ નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવ દિલીપભાઈ વોરા (ઉ.વ. 22) નામના યુવાન કારખાનેદારએ પોતાના જડેશ્વર રોડ ઉપર આવેલ સીંગદાણાના કારખાના ખાતે કોઈ અગમ્ય કારણોસર ગત તા.19 ઓગસ્ટના રોજ જંતુનાશક દવા તેમજ ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હોય, જ્યાં સારવાર દરમિયાન ગત તા.9 ના રોજ તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો