Placeholder canvas

વાંકાનેર:ભલગામમાં આવેલ કારખાનામાં કામ દરમિયાન મજુરને હાર્ટ એટેક આવતા મોત

વાંકાનેર: કારખાનામાં કામ કરતા મજુરનું હાર્ટ એટેકના કારણે મોત થયાની ઘટના સામે આવી છે.

મળેલ માહિતી મુજબ ભલગામની સીમમા વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ જી.એમ.સ્ટીલ કારખાનાની લેબર કોલોનીમા રહેતા રાહુલ રામકરણ ચમાર ભલગામની સીમમા આવેલ જી.એલ.સ્ટીલ કારખાનામા રાત્રીના સમયે કામ પર હતા. એ સમય દરમિયાન તેને અચાનક ચક્કર આવતા પડી ગયા હતા. જેથી તેને રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે આવેલી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થયું હતું. આ અંગે વાંકાનેર પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો