Placeholder canvas

વાંકાનેર: અમરસર ગામ પાસે બાઈક ચાલકે મહિલાને હડફેટે લીધી.

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના અમરસર ગામે મહિલા પગપાળા ચાલીને જતી હોય જેને બાઈકચાલકે ઠોકર મારતા મહિલાને ઈજા પહોંચી છે જે અકસ્માતના બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના અમરસર ગામના રહેવાસી કરીનાબેન હુશેનભાઈ બાંભણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અમરસર ગામમાં આવેલ ફ્લોર મિલ ખાતે દરણું દળાવવા પગપાળા જતા હોય ત્યારે બાઈક જીજે ૩૬ એ ૬૮૮૦ ના ચાલકે તેને અડફેટે લેતા ઈજા પહોંચી હતી, તેમજ મોટરસાયકલ ચાલક વિનોદ જીવાભાઈ કોળી પડી જતા તેને પણ ઈજા થઇ હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો