વાંકાનેર

વાંકાનેર: ભીમગુડાની મહિલાને રસ્તામાં 108માં નોર્મલ ડિલિવરી કરાવી…

વાંકાનેર: ભીમગુડા ગામનો 10:12 મિનિટ રાત્રે 108ને કોલ આવ્યો અને 108 મકનસરથી ડિલિવરીનો કેશને લેવા રવાના થયા, રસ્તામાં તેમને કોલ કરીને આશ્વાસન અને સમજણ આપતા રહ્યા.

ભીમગુડાના આ મહિલા પેશન્ટ ગંગાબેન રમેશભાઈ ભરવાડ (ઉ.વ.26)ને108માં લઈને વાંકાનેર સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા, ઢુવા આવતા માતાને ડિલિવરીનો દુખાવો ઉપડતા 108ને રસ્તામાં ઊભી રાખી. તપાસ કરતા કૉમ્પ્લીકેશન ડિલિવરી હતી. જેમાં બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલી હતી.ERCP ડૉ.શાહની સલાહ અને EMTગોસ્વામી જાદુગર, Pilote: ચિંતન પ્રજાપતિ ના પ્રયત્નોથી 108ની ટીમે સફળ નોર્મલ ડિલિવરી કરાવી. માતાએ બાબાને જન્મ આપ્યો જેથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

બાળક અને માતાને સ્વરછ હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં પહોંચાડેલ હતા.બાળક અને માતાની હાલની સ્થિતિ સારી છે જે ફરી કોલ કરતા જાણ્યું છે.


આ સમાચારને શેર કરો