Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઈવે, જકાતના ચોક્કડી પાસેથી પૈસા સાથેનું પાકીટ મળેલ છે.

વાંકાનેર: આજે બપોરના સમયે વાંકાનેર નેશનલ હાઇવે જકાતનાકા ચોકડી પાસેથી એક પૈસા સાથેનું પાકીટ મળેલ છે. આ બ્રાઉન કલરના પાકીટમાં એટીએમ કાર્ડ, આધાર કાર્ડ છે.

આજે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામના રહેવાસી બાદી તોફીક અબ્દુલરહીમભાઈ પોતે વાંકાનેર કામકાજથી આવ્યા હતા અને બપોરના સમયે ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર નેશનલ હાઇવે જકાતનાકા ચોકડી પાસે રોડ પર પડેલ એક પાકીટ મળ્યું હતું. જે પાકીટમાં અમુક હજાર રૂપિયા અને એટીએમ કાર્ડ, આધાર કાર્ડ છે. પરંતુ તેમનો સંપર્ક નંબર ન હોવાથી તોફીકભાઈએ કપ્તાન ન્યૂઝનો સંપર્ક કરીને આ પાકીટ તેમના માલિક સુધી પહોંચાડવા માટે પોસ્ટ કરવા વિનંતી કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ભાઈ જેમનું પાકીટ ખોવાયું તે ચિંતામાં હશે જેથી આ પાકીટ તેમના સુધી પહોંચી જાય તે માટે કપ્તાન ન્યૂઝમાં પોસ્ટ કરીને સહયોગ કરી એક સામાજિક કામ કરવા કહ્યું હતું.

આ પાકીટમાં એક આધાર કાર્ડ પણ મળી આવ્યું છે, જે આધાર કાર્ડ મુજબ તેમનું નામ પરમાર રાહુલ મુકેશભાઈ છે અને તેમાં 366 ખોડીયાર સોસાયટી પંચાસર રોડ વાંકાનેરનું સરનામું છે. આ વ્યક્તિનો સંપર્ક ન થઈ શકતા આ પોસ્ટના માધ્યમથી તેમને જાણ કરવામાં આવે છે કે આ પાકીટ જેમને મળ્યું છે તે આપને ખરાઈ કરીને, વાંકાનેર શહેર પોલીસની હાજરીમાં પરત કરવા માંગે છે.

જેથી રાહુલભાઈ પોતે અથવા તો રાહુલભાઈને ઓળખતા હોય તેવા કોઈ સગા સંબંધીઓ કે મિત્રો એમની પાસે રાહુલભાઈ નો નંબર હોય તો તેમને ફોન કરીને પાકીટ અંગેની જાણ કરશો. જેથી તેમને તેમનું પાકીટ મળી શકે. અને રાહુલભાઈ પોતે જ પાકીટ મેળવવા માટે 6353779109 નંબર પર સંપર્ક કરે અન્ય કોઈ વ્યકતીએ સંપર્ક ન કરવો. સંપર્ક થયા બાદ અને ખાતરી થયા પછી આ પાકીટ પોલીસની હાજરીમાં જ આપવામાં આવશે તેમની ખાસ નોંધ લેશો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો