ટંકારામા રસ્તે પડેલું પાકીટ પોલીસ દ્રારા માલિકને પહોચાડ્યું

ટંકારાથી મોરબી હાઈવે ઉપર હોટેલ નજીક પાકીટ રસ્તે પડેલું જોઈ મોરબીના મુસ્લિમ યુવાને ટંકારા પોલીસ મથકે આપી ઈમાનદારી અને સામાજિક જવાબદારી નિભાવી હતી તો ટંકારા પોલીસના એ એસ આઈ અને ટેકનોલોજીના ખેરખા ફારૂકભાઈએ મળેલ પાકીટના આધારકાર્ડ મારફત મુળ માલિક શોધી પરત કરી આપેલ હતું.

ગત રાત્રે ટંકારા તાલુકાના રાજાવડલા ગામે રહેતા અને ખાનગી શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા છૈયા રાજદીપ રાજકોટ મોરબી રોડ પર આવેલી લજાઈ નજીકની હોટલે જઈ રહયા હતા ત્યારે ટાકણે જરૂરી ડોક્યુમેન્ટ પાનકાર્ડ આધારકાર્ડ એટીએમ અને પૈસા સાથેનું પાકીટ રોડ ઉપર પડી જતા રાત્રે દશેક વાગ્યાના સુમારે મોરબીના વિશીપરાના મુસ્લિમ યુવાન એજાજ મુસ્તાકભાઈ કાલડિયા ને નજરે ચડતા ઈમાનદારી અને સામાજિક જવાબદારી સમજી લજાઈ ચોકડીથી છેક પરત ટંકારા પોલીસ મથકે પહોચી પાકીટ મુળ માલિક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી.

ટંકારા પોલીસ સ્ટેશનના પિએસઓ અને સાઈબર ક્રાઈમ એક્સપર્ટ એ એસ આઈ ફારૂકભાઈ યાકૂબભાઈ પટેલે તાત્કાલિક આધારકાર્ડ આધારે કોન્ટેક્ટ નંબર ગોતી પાકીટના મુળ માલિક છૈયા રાજદીપ રહે રાજાવડ વાળાને પરત કર્યુ હતું. પાકીટ પરત આપનાર મુસ્લિમ યુવકે સામાજીક જવાબદારી બખુબી નિભાવતા ફોજદાર એસ એમ રાણા સહિતના પોલીસ અને પાકીટ માલીકે આ કામગીરીને બીરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો