Placeholder canvas

કુંવારી યુવતીએ બાળકીને જન્મ આપ્યો…!!!

શાપર-વેરાવળમાં રહેતી કુંવારી યુવતીએ રાજકોટ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. શાપરમાં સાથે જ કામ કરતા પરપ્રાંતીય શખ્સ શિકાર બનાવ્યાનું યુવતીએ કહેતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

શાપરના રામદેવનગરમાં રહેતી 18 વર્ષની યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનોએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતી સગર્ભા હોવાનું તબીબી નિદાનમાં સ્પષ્ટ થતાં તેને ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી અને યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. બનાવની જાણ કરાતા શાપર પોલીસ રાજકોટ દોડી આવી હતી.

બિહારની યુવતી શાપરમાં પરિવારજનો સાથે રહીને કારખાનામાં કામ કરે છે. કારખાનામાં સાથે કામ કરતાં ઉત્તરપ્રદેશના શખ્સ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી, યુવતી સાથે શરીરસંબંધ બાંધી તેને સગર્ભા બનાવી હતી.

આ સમાચારને શેર કરો