ગુજરાત

બે સગીરોના કપડા કાઢી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરીને વિડીયો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાયરલ કર્યો…

ભાવનગરના સિહોર ખાતે ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ વાલીઓને વિચારતા કરી દીધા છે. આજના બાળકો મોબાઈલ અને તેમાં ખાસ સોશિયલ મીડિયાના વપરાશથી કેવા કૃત્યો કરતા થઈ ગયા છે, અને એવા કૃત્યોને વાયરલ કરી પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે. જેને પગલે પોલીસે આવું કૃત્ય કરવા મજબૂર કરનાર 9 બાળકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા દૂરૂપયોગના કારણે કુમળી વયના બાળકોના માનસ પર વિકૃત અસર થઈ રહી છે, જેના કારણે બાળકો ક્યારેક એવું કૃત્ય કરી બેસે છે, કે જેમાં તેનું જીવન બરબાદ થઈ શકે છે. સિહોર શહેરમાં સામે આવેલી ઘટના જેમાં ઈન્સ્ટાગ્રામ પર સિહોરના બે સગીર બાળકોને 9 જેટલા અન્ય બાળકો ધાકધમકી અને મારમારી, કપડા ઉતરાવી અશ્લીલ હરકતો સાથે દુષ્કર્મ કરાવી તેનો વિડીયો વાયરલ કર્યો હતો.

આ વીડિયો ભોગ બનનારના કોઈ સંબંધી જોઈ જતા તેને સગીરના પિતાને જાણ કરી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી. જેમાં સગીર વયના બે બાળકો સિહોરના રાજીવનગર નજીકના અવાવરું વિસ્તારમાં રમતા હોય ત્યાંરે 6 સગીર અને 3 પુખ્ત વયના બાળકોએ આવી ‘તમે અહીં શુ કરો છો’ તેમ ધમકાવી મારમારી વિકૃત માનસિકતા સાથે વિવિધ પ્રકારે અશ્લીલ હરકતો અને દુષ્કર્મ કરાવી તેનો વિડીયો બનાવ્યો હતો, અને આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ પર વાયરલ કર્યો હતો.

આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ભોગ બનનાર સગીરના પરિવારજનો અને લોકો પોલીસ મથકે દોડી ગયા હતા અને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે પોલીસે 3 પુખ્ત વયના સહિત તમામ 9 બાળકોને હસ્તગત કરી આ બનાવમાં આરોપીઓ સામે BNS – 115(2), 351(3),352,54, અનુસુચિત જાતિ અત્યાચાર અધિનિયમ 3(2)(va)n,પોકસો – 4,6,12,14,17 GPA-135,IT -66B/67/67B સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો