વાંકાનેર: નેશનલ હાઇવે ઉપર,રેલ્વે બ્રિજ પાસે ગડરમા ટ્રક ફસાયો… ટ્રાફિક જામ

વાંકાનેર: 27 નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરમાં રેલવે બ્રિજ નીચે પસાર થતા ઉંચી હાઈટ વાળા વાહનો માટે મુકવામાં આવેલ લોખંડના ગડરમાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થયો હતો.

મોરબી – વાંકાનેર 27નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરમાં રેલવે બ્રિજ નીચે ઉંચાઈ વાળા વાહનો રેલ ટ્રેકને નુકસાન નો તેમાટે લોખંડના ગડર સાથે સેફટીગાર્ડ મુકવાના આવ્યા છે. જેમા આજે સવારના સમયે વધુ ઉંચાઈ સુધી ગુણીઓ ભરેલી ટ્રક ફસાઈ જતા લોખંડનું ગડર તૂટી જવાની સાથે ટ્રક ફસાઈ જતા એક કલાકથી વધુ સમયથી નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચારને શેર કરો