મોરબી જિલ્લામાં ગઈ કાલે કોરોના નવા 206 કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં ગઈ કાલે કોરોના પોઝિટિવનાં નવા 206 કેસ નોંધાયા હતા, જેમાં મોરબી શહેરી વિસ્તારમાં 97 અને ગ્રામ્ય 59 મળીને મોરબીમા કુલ 206 કેસ નોંધાયા હતા.
તાલુકા વાઇઝ જોઈએ તો વાંકાનેર શહેરમાં 04 અને ગ્રામ્યમાં 9 કુલ 13 કેસ, જ્યારે હળવદ તાલુકામા12, ટંકારા તાલુકામાં 18 , જ્યારે માળિયા તાલુકામાં 07 કેસ નોંધાયા હતા. આજની તારીખે કુલ એક્ટિવ કેસન 1173 છે, તેમજ કાલે સાજા થતા 80 વ્યકિતને ડીસચાર્જ કરાયેલ છે.
ગઈ કાલે 1760 સેમ્પલ લેવાયા હતા.જેમાં 208 કેસ પોઝિટિવ આવ્યા હતા. આજ દિવસ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8165 છે, જ્યારે આજ સુધીમાં સાજા થનારની સંખ્યા 6651હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ ની એક યાદી મા જણાવવામા આવેલ છે.