ગૌરવ: વાંકાનેરના ટાબરીયાએ રાજ્ય કક્ષાએ કુસ્તીમાં મેદાન માર્યું સિલ્વર મેડલ જીત્યો
વાંકાનેર: દેવગઢ બારિયા જી.દાહોદ ખાતે તા.૨૬/૧૦/૨૦૨૪ ના રોજ રાજ્ય કક્ષા ની U-૧૪ ભાઈઓ ની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી અંતર્ગત ચાલતી ઈન સ્કુલ યોજનામાં તાલીમ મેળવતો સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલય – વાંકાનેર ( વિદ્યા ભારતી ) ના વિદ્યાર્થી સોલંકી જય પ્રવીણભાઈ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની સ્કૂલ અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે.
આ કુસ્તી સ્પર્ધામાં સોલંકી જય એ અંડર ૧૪ ભાઈઓમાં ૪૪કિલોગ્રામની વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. જયે તેમની સ્કૂલ અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વફરેલ છે. જય અને તેમના કુસ્તી કોચ વિજય બગડાને શાળાના પ્રમુખ ટ્રસ્ટી અમરશી મઢવી અને પ્રધાનચર્ય મમતાબેને અભિનંદન પાઠવીને ઉતરોતર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.