વાંકાનેર દલડી ગામે રોડ ની બાજુમાં રાત્રે કોઈ તીવ્ર ગંધવાળું ફેક્ટરી વેસ્ટ નાખી ગયું
વાંકાનેર: થાનરોડ પર આવેલ દલડી ગામ ખાતે રોડની બાજુમાં જ કોઇ રાત્રે તીવ્રું વાસવાળું કેમિકલ ટાઈપનું ફેક્ટરી વેસ્ટ નાખી ગયું છે. જેમની તીવ્ર વાસ આવી રહી છે. જેથી તેની બાજુમાંથી નીકળતા રસ્તા પરથી ચાલવું મુશ્કેલ બની ગયુ છે.
આ બાબતે મળેલી માહિતી મુજબ દલડી ગામ પાસે થાન રોડની બાજુમાં આવેલ તળાવ કાંઠે કોઈ રાત્રે તીવ્ર ગંધ વાળું ફેક્ટરી વેસ્ટ ઠલવી ગયું છે, તેમાંથી તીવ્ર વાસ આવવાના કારણે બાજુમાંથી નીકળતા રસ્તા પરથી ચાલુ મુશ્કેલ થઈ ગયું છે તેટલું જ નહીં પણ તેમની આજુબાજુમાં વરસાદ બાદ ઉગેલ ઘાસ ચરવા પશુઓ પણ આવતા નથી. જો વધુ વરસાદ થશે અને આ કેમિકલ વેસ્ટમાંથી પાણી તળાવમાં જશે તો તળાવનું આખું પાણી બગડશે અને આ તળાવમાં પશુ પ્રાણીઓ પાણી પીવે છે અને તેમને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે.
આ બાબતે તંત્ર તાત્કાલિક પગલાં લે અને અહીંથી આ તીવ્ર વાસવાળું ફેક્ટરી વેસ્ટ ઉપાડી લે અને કોઈ યોગ્ય જગ્યાએ તેમનો નિકાલ કરવામાં આવે તેવું ગામ લોકોની માંગ છે. પણ તંત્ર એ માટે જાગતું હોવું જોઈએ અને મોટી મોકાણ એ જ છે કે લોકોના પ્રશ્નો તંત્ર જાગતું હોતું નથી…!!! કેમકે વાંકાનેરમાં તંત્રને લીલાલેર છે…!!!

