વાંકાનેર: દોશી કોલેજ દ્વારા પોલીસની લેખિત પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટેનો સેમિનાર યોજાયો.
વાંકાનેર: શ્રી દોશી કોલેજ દ્વારા કોલેજમાં પોલીસ ભરતી માટે જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરેલ હતી. તેવા ૩૨ વિદ્યાર્થીઓએ આ સેમિનાર નો લાભ લીધેલો હતો. આ સેમિનાર પોલીસની લેખિત પરીક્ષા લક્ષી માર્ગદર્શન માટે આયોજન કરવામાં આવેલું હતું જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ.ચુડાસમાએ સેમિનારને લગતુ માર્ગદર્શન આપ્યું તેમજ પૂરા પ્રોગ્રામનું સંચાલન ડૉ. અર્ચનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.
મુખ્ય માર્ગદર્શક તરીકે ડૉ. એચ.એમ.ચંદારાણા પોલીસ પરીક્ષાના માળખા વિશે. તેમજ પરીક્ષાની તૈયારી કરતી વખતે કઈ કઈ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ . તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ડૉ. શૈલેષભાઈ લાવડીયા દ્વારા પરીક્ષામાં મૂંઝવતા નાના નાના પ્રશ્નો અને ઇતિહાસને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પુરા પ્રોગ્રામની જહમત ડૉ. યોગેશ ચાવડા દ્વારા ઉઠાવવામાં આવી હતી, તેઓએ પોલીસમાં આવતી શારીરિક કસોટીનું માર્ગદર્શન છેલ્લા પાંચ થી છ મહિના થી આપવામાં આવતું હતું. જેના કારણે વાંકાનેરની ઘણી બહેનો શારીરિક કસોટી પૂર્ણ કરીને હવે લેખિતની તૈયારી સારી રીતે કરી શકે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું.


