વાંકાનેર

વાંકાનેર: દારુલ ઉલુમ ગૌષે સમદાનીમાં શિક્ષણ વ્યવસ્થા વિશે સેમિનાર યોજાયો.

વાંકાનેર: પોલીસ અધિક્ષકની કચેરી મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે
દારુલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ ખાતે પોલીસ અધિક્ષક મોરબીના માર્ગદર્શન મુજબ સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહના શિક્ષણ વ્યવસ્થા વિશે માર્ગદર્શન માટેના સેમિનારનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એસ.આર.બાદી, ગનીભાઇ દેકાવાડીયા પ્રદેશ કારોબારી સદસ્ય (માઈનોરિટી) ભારતીય જનતા પાર્ટી,વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મૌલાના અમિનસાહેબ તેમજ સંસ્થાના કર્મચારીગણ હાજર રહયા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહોના શિક્ષણ વિશે તેમજ વર્તમાન પ્રવાહમાં ચાલતા દેશ અને દુનિયાની વિવિધ યોજનાઓ,માહિતી વિશે અપડેટ રહેવા, જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા અને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરવા માટેના શિક્ષણ પર ભાર મુકેલ. પીઆઇ દ્વારા સંસ્થા વિશે અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિગતો મેળવી વિદ્યાર્થીઓની સફળતા વિશે જાણી એમની કામગીરીને બિરદાવેલ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી આવેલ બાદી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શિક્ષણ વિશે સમજ આપવામાં આવી. ભારતીય બંધારણ મુજબ અને ઇસ્લામિક રીતે જીવનમાં સ્વચ્છતા અને શિક્ષણનું મૂલ્ય શું છે? કઈ રીતે મહત્વ ધરાવે છે તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વાંકાનેર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલ અધિકારીઓને આવકારી સંસ્થાની કામગીરી અને તેમાં ચાલતા અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ તેમજ સંસ્થાના ભૂતકાળના અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ હાલમાં કઈ જગ્યાએ શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરી અને કેવી રીતે પોતાની ફરજો બજાવે છે તેના વિશે પણ ખૂબ જ મહત્વની બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો