ગુજરાત

પતિ-પત્નીના ઝઘડામાં થયું તલવાર-ધોકાથી ધીંગાણું, બેનાં મોત13 ઘાયલ…

મદારી દંપતી વચ્ચે છેલ્લા ઘણા વખતથી ચાલતી માથાકૂટમાં ખૂનીખેલ ખેલાયો છે. જેમાં જમાઇએ ટોળા સાથે હુમલો કરતાં બેનાં મોત થયાં છે, જ્યારે 13 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગરના દહેગામમાં મદારી દંપતી વચ્ચે છેલ્લા ઘણા વખતથી માથાકૂટ ચાલતી હતી. જે મામલે શનિવારે સમાજનું પંચ ભેગું થયું હતું. જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જમાઈએ મળતિયાઓ સાથે મળીને ઘાતકી હુમલો કરતાં સાળા તેમજ પંચના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે નાનાં બે બાળકો સહિત 13 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. જે પૈકી મહિલા સહિત ચારેક જણાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે બાકીના ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે.

આ સમાચારને શેર કરો