Placeholder canvas

લખતર: ગાંગડ ગામના પાટીયા પાસે કારમાંથી દારૂ-બિયરનો જથ્થો પકડાયો.

લખતર તાલુકાનાં ગાંગડ ગામના પાટીયા નજીકથી સફેદ કલરની એક્સ યુ.વી. કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે કારચાલક વાહન મુકીને રફૂચક્કર થઇ ગયો હતો.પોલીસે કાર સહિત રૂપિયા 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી લવાયો અને ક્યાં લઇ જવાતો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

લખતર પોલીસની ટીમ લખતર-વિરમગામ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગાંગડ ગામનાં પાટીયા પાસે સફેદ કલરની કાર જોવા મળી હતી. તેની તલાશી લેતા તેમાંથી દારૂની 332 બોટલ, બિયરનાં 102 ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને જોઇ કારચાલક કાર મુકીને નાસી ગયો હતો. પોલીસે દારૂ, બિયર તથા કાર મળીને કુલ. રૂા.4,34,700નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લખતરનાં ગાંગડ ગામના પાટીયા પાસે કારમાંથી દારૂ-બિયરનો જથ્થો જપ્ત

આ સમાચારને શેર કરો