વાંકાનેર

વાંકાનેર: સહયોગ વિદ્યાલય, પંચાસીયા ખાતે મેદસ્વિતા નિવારણ વિષયક એક જનજાગૃતિ વર્કશોપ યોજાયો.

વાંકાનેર: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના સહયોગથી કે. જી. એન. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સહયોગ વિદ્યાલય, પંચાસીયા, વાંકાનેર, જિલ્લા મોરબી ખાતે મેદસ્વિતા નિવારણ વિષયક એક જનજાગૃતિ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં આરોગ્યપ્રદ અને સંયમિત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને નિમિત્ત અને સંયમિત આહાર, નિયમિત કસરત, જીવનશૈલીમાં કરવાના સરળ ફેરફાર તેમજ મેદસ્વિતાથી થતા આરોગ્યસંબંધી જોખમોની માહિતી આપવામાં આવી.

કાર્યક્રમમાં મુખ્ય વ્યાખ્યાતા તરીકે પધારેલા ડૉ. હુસેનભાઈ શેરશિયા, જીવનશૈલીમાં યોગ અને દિનચર્યાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમના વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને સંવાદાત્મક અભિગમથી વિદ્યાર્થીઓને સમજૂતીભર્યું માર્ગદર્શન મળ્યું અને સ્વાસ્થ્ય પ્રત્યે રસ પણ વિકસ્યો. આ વર્કશોપમાં ધોરણ 9 થી 12 સુધીના કુલ 164 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમાચારને શેર કરો