Placeholder canvas

રાજકોટ:રામાપીર ચોકડી બ્રિજ ઉતરતા મર્સીડીઝ કારે યુવકને અડફેટે લીધો, કમકમાટી ભર્યું મોત.

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે શીતલપાર્ક ચોક નજીક પુરપાટ ઝડપે આવતી લક્ઝ્યુરિયસ કારે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે. જો કે રાત્રિનો સમય હોવાથી વાહનોની અવરજવર ઓછી હોવાથી કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો જેને લઇ હાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વહેલી સવારે ​​​​​​ એક યુવક રામાપીર ચોકડી બ્રીજ પરથી ઉતરી રહ્યો હતો.એ દરમિયાન પુરપાટ ઝડપે આવતી મર્સીડીઝ કારે અડફેટે લેતા આ યુવક ફૂટબોલની માફક ફંગોળાયો હતો. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થાય તે પહેલાં જ કાર ચાલક કાર ત્યાં જ રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે કારમાં એક યુવતી પણ સવાર હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

જોકે, અકસ્માત સર્જાતા આસપાસના લોકોનું સ્થળ પર ટોળું એકઠું થઇ ગયું હતું. ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રાજકોટ મયુરભાઈ તુલસીદાસ તન્ના હોવાનું અને તેઓ ગોલ્ડન પોર્ટિંકો ખાતે વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કારનાં નંબરનાં આધારે આ કાર વિરેન જસાણીનાં નામે રજીસ્ટર હોવાનું પણ તેમણે પરેશ ડોડીયા નામના વ્યક્તિને વેચી દીધાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

આ સમાચારને શેર કરો