વાંકાનેર : તળપદા કોળી સમાજને થઈ રહેલા રાજકીય અન્યાય બાબતે ચિંતન બેઠક મળી

આજરોજ વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનોને થઈ રહેલા અન્યાય બાબતે તાત્કાલિક ચિંતન બેઠક મળી હતી.

હાલમાં રાજકીય ક્ષેત્રે જાણી જોઈને વારંવાર તળપદા કોળી સમાજ પ્રત્યે અમુક ભાજપના નેતા દ્વારા જે કિન્નાખોરી રાખવામાં આવે છે. જે બાબતે આજે તળપદા કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એકઠા થઈને જો આ બાબતમાં યોગ્ય નિર્ણય નહિ કરવામાં આવે તો સમાજના ભાજપ ના હોદ્દેદારો પોતાના હોદ્દા ઉપરથી સમાજના હિત માટે પોતાનું રાજીનામું આપવાની તૈયારી દર્શાવેલ છે.

આ બાબતે આગામી દિવસોમાં તળપદા કોળી સમાજના ગુજરાતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે ચર્ચાઓ કરીને વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના આગેવાનોની એક ચિંતન બેઠક આવનાર દિવશોમાં બોલાવવામાં આવશે તેવો આજ રોજ તાત્કાલિક મળેલ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

વોટ્સએપગ્રુપમાં જોડાવા માટે…

https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો
  • 143
  •  
  •  
  •  
  •  
  •  
    143
    Shares