Placeholder canvas

વાંકાનેર: ગારીયાની સીમમાંથી દારૂ–બિયરના જથ્થા સાથે નાળયરીનો શખ્સ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમી મળી હતી તેમના આધારે ગારીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગારીયા ગામની સીમમાં દરોડો પાડી વીજયભાઇ જીવાભાઇ મેર, મુળ રહે. ગામ.નાળયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને અંગ્રેજી દારૂની ઓલ સેસન ગોલ્ડન કલેકશન રીર્ઝવ વ્હીસ્કીની બોટલ નંગ-૯ કિંમત રૂ.૬૪૮૦/-તથા કીંગફીશર સુપર સ્ટોંગ ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૧૯૨ કી.રૂ.૧૯,૨૦૦મળી કુલરૂ.૨૫,૬૮૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો