મોરબી SOGની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થતા લીંબાળાના ઈસમને દબોચી લીધો
મોરબી SOGની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોરાઉ હોવાની શંકાવાળું મોટરસાયકલ ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે બાઈક કબજે કરી આરોપીને વધુ કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
મળતી વિગતો મુજબ મોરબી SOGની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ઢુવા-માટેલ રોડ પર ઉમિયા સિરામિક પાસે એક ઈસમ નંબર પ્લેટ વગરના કાળા રંગના મોટરસાયકલ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને અટકાવી બાઈક અંગે પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન ઈસમ બાઈક અંગે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો અને તેની પાસે મોટરસાયકલના કોઈ કાગળો પણ મળી આવ્યા ન હતા. જેથી પોલીસે બાઈકના ચેસીસ નંબર અને એન્જીન નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનની કોઈ વિગતો મળી ન આવતા બાઈક ચોરીનું અથવા છળકપટથી મેળવેલું હોવાનું પોલીસને જણાયું હતું.
આથી પોલીસે મોટરસાયકલ કબજે કરી નવાઝ નિઝામુદીન શેરશીયા (રહે. લીંબાળા, તા. વાંકાનેર)ની અટકાયત કરી હતી. આરોપી તથા કબજે કરાયેલ બાઈકને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કબજે કરાયેલ મુદ્દામાલ:
- હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ
- રંગ: કાળો, બ્લુ-લાલ પટ્ટાવાળું
- ચેસીસ નંબર: 00J20C19809
- એન્જીન નંબર: 00J18M19962
- બાઈકની અંદાજિત કિંમત: રૂ. 20,000
