Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર નાલા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે, વાંકાનેર નેશનલ હાઇવે પર સ્ટાર પ્લાજા, ચંદ્રપુરના નાલા પાસેથી આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત (ઉ.વ. ૨૨, રહે,હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી, મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાન) ને દેશી હાથ બનાવટના એક તમંચા જેની કિં. રૂ.૫,૦૦૦ સાથે ઝડપી પાડી તેના સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો