Placeholder canvas

વાંકાનેર બાઉન્ડ્રી નજીક પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપયો

જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ની સુચના મુજબ મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા શ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂ ચના આપતા આજરોજ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. શ્રી એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફગસીયાને સયુંકત ખાનગી બાતમી મળી હતી.

આ બાતમીમા મળેલ મળેલ માહિતી મુજબ રમેશભાઇ નાથાભાઇ કોળી રહે. કમળાપુર તા.જસદણ જી.રાજકોટ વાળો વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આવેલ મુરલીધર હોટલ પાસે કોઇ વાહનની રાહ જોઇ ઉભેલ હોય જેણે શરીર ઉપર ફુલની ડીજાઇન વાળો શર્ટ તથા ક્રીમ કલરનુ પેન્ટ પહરેલ છે જેના પેન્ટના નેફામાં ગે.કા. રીતે હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે.

આવી ચોકક્સ બાતમી મળેલ હોય જે હકિકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આવેલ મુરલીધર હોટલ પાસે રોડ ઉપરથી આરોપી રમેશભાઇ નાથાભાઇ વાઘાણી/કોળી ઉ.વ. ૩૧ ધંધો મજુરી રહે. કમળાપુર તા.જસદણ જી.રાજકોટ વાળો દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ કલમ ૨૫(૧-બી),એ, મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, એન.બી.ડાભી પો.સ.ઇ., HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ કુંગસીયા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો