પંચાશીયામાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામા આવી.
ગામમાં જાગૃતિ લાવવા રેલી કાઢીને સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી આપવામાં આવી હતી.
વાંકાનેર: આયુષ્યમાન ભારત પખવાડિયા અંતર્ગત તા. 23 સપ્ટે.ના રોજ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર પંચસિયા ખાતે એન. સી. ડી. સ્ક્રીનીંગ કેમ્પ તથા આયુષમાન ભારત ગોલ્ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં પંચાસીયા ગામના વતની અને મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કુલસુમબેન બાદી હાજર રહ્યા હતા. તેઓ દ્વારા આયુષમાન ભારત કાર્ડના લાભાર્થીને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામમાં આરોગ્યને લગતી જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી આપવામાં આવી હતી
આ કાર્યક્રમનું આયોજન હેલ્થ એન્ડ વેલેન્ટસ કેન્દ્ર પંચસિયાના CHO ડૉ.નિરુપાબેન દેત્રોજા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતું.