ખીરસરા(વિંઝાણ) ગામની મુલાકાત આવેલ કચ્છના જૈન અગ્રણી પરીવાર કોમી એકતા અને માનવતા ની મિસાલ કાયમ કરી

કચ્છી જૈન સમાજમા જાણીતું નામ માંડવી તાલુકાના નાના ભાડિયા ગામના વતની હાલે મુંબઈ 150 વર્ષ જુની જાણીતી પેઢી ખીમજી આણંદ & કંપનીના માલિક શેઠ શ્રી ધીરજલાલ રાંભીઆ સાથે એમના સુપુત્ર જય ભાઇ રાંભિયા સહ પરિવાર સહિત પોતાને ત્યાં વર્ષ 1997થી કામ કરનાર ખીરસરા ગામના આધમ હિંગોરાના ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પરીવાર કચ્છ પર જ્યારે જ્યારે મુસીબત આફતો આવી છે ત્યારે ત્યારે ધીરજભાઈ અને તેમના સુપુત્ર જયભાઈ રાંભિયા હમેશા કચ્છ અને કચ્છીઓ માટે ખુલ્લા દિલે થી ખડેપગે મદદરૂપ થતા આવ્યા છે. તેમની ક્યારેય પણ પેપરમાં ફોટો કે પ્રસિદ્ધિ કરતા નથી.

આવા મહાન પરીવારના અને આવા મોટા ગજાના નામી વ્યક્તિ જયારે પોતાના ગામમા પધારેલ છે. એ વાતની જાણ અબડાસા સરપંચ સંગઠનના મહામંત્રી અને ખીરસરા ગામના સરપંચ રજાકભાઈ હિંગોરાને થતાં તેઓએ મહાનુભાવોને મીઠો આવકાર આપી સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સમયે ગામ ના વડીલ હાજી ઈબ્રાહિમ હિંગોરા અને વ્યાપારી અગ્રણી મામદભાઈ હિંગોરા અને રાજકીય આગેવાન ગનીભાઇ વગેરે હાજર રહ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો