Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખામાં મોટા પાયે બદલી, બદલીના સ્થળમાં કેટલાક છબરડા.

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં આજે મોટાભાઈએ બદલી કરવામાં આવી છે, વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહેલા આરોગ્ય શાખાના ઘણા બધા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ખાટલે મોટી ખોટ એ છે કે બદલીના સ્થળમાં કેટલાક છબરડાઓ સામે આવ્યા છે. એક જ જગ્યાએ બે-બે કે ત્રણ-ત્રણ કર્મચારી મુકવામાં આવ્યા ના છબરડા થયા છે.

મોરબી જિલ્લામાં પી એચ સી ના કર્મચારીઓ જેવા કે એફ એચ ડબલ્યુ,એમ.પી.એચ.ડબ્લ્યુ, ફાર્માસિસ્ટ, લેબટેકનેશીન… જેવા કર્મચારીઓને મોટા પાયા બદલી કરવામાં આવે છે. વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી ગયેલા કર્મચારીઓને તાલુકા બહાર પણ મુકવામાં આવ્યા છે. તેમના કારણે કર્મચારીમાં ગણગણાટ શરૂ થયો છે. ઉચ્ચ અધીકારીએ બદલી તો કરી પણ આ બદલીમાં પણ કેટલાક છબડા સામે આવ્યા છે,એમ.પી.એચ ડબલ્યુ ની બદલીમાં એક જ સ્થળ ઉપર બે બે ત્રણ ત્રણ મુકાયાના છબડા સામે આવ્યા છે તો એફ એસ ડબ્લ્યુ માં પણ આવા જ છબરડા સામે આવ્યા છે.

આ સમાચારને શેર કરો