મોરબી

મોરબીના મણીમંદિર નજીક દરગાહના દબાણ મામલે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધાઈ 

મોરબીના મણીમંદિર નજીક દરગાહનું ગેરકાયદે દબાણ કરવામાં આવું હોય જે મામલે મોરબી હેરીટેજ બચાવો સમિતિ દ્વારા દબાણ હટાવવા રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા શનિવારે રાત્રે હિંદુ સંગઠનના આગેવાનો ધરણા પર બેસી જતા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તાત્કાલિક ફરિયાદ માટે સુચના આપી હતી અને આખરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ મથકમાં ગુનો દખલ કરવામાં આવ્યો છે

મોરબીના ઐતિહાસિક મણિમંદિરની બાજુમાં આવેલ દરગાહમાં ધીમે ધીમે બાંધકામ કરી વધુ દબાણ કરવામાં આવતા મોરબી હેરિટેજ બચાવો સમિતિના નેજા હેઠળ જુદાજુદા સંગઠનો દ્વારા આ ધાર્મિક દબાણ હટાવવા મામલે સ્થાનિકથી લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ હતી અને આ સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા અંતે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં લેવા અભિપ્રાય આપ્યો હતો જોકે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ના હતી જેથી ગઈકાલે મોરબી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની, તેમજ ગૌરક્ષા સહિતના સંગઠનો દ્વારા મોડીરાત્રે મોરબી સર્કિટ હાઉસ ખાતે ધરણા કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. જેથી આખરે માંગ સ્વીકારવામાં આવી છે અને મોરબી માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

દબાણ મામલે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી જેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, ગૌરક્ષા અને સર્વ હિન્દુ સંગઠન દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E
આ સમાચારને શેર કરો