વાંકાનેર

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડો.રમણીકભાઈ મહેતા (યુ.કે.)ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો.

વાંકાનેરમાં જન્મેલા અને ગરીબીના દિવસો પસાર કરી ડોક્ટરની ડિગ્રી મેળવી યુકેમાં સ્થાયી થયેલા એવા ડોક્ટર રમણીકભાઈ મહેતા અને તેમના મિત્ર લલિતભાઈ મહેતા દ્વારા વર્ષ 2001 માં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટની સ્થાપના નો મુખ્ય હેતુ લોકોની આરોગ્ય સુખાકારી અને શૈક્ષણિક ક્ષેત્રમાં મદદ કરવાની ભાવના સામેલ હતી. અનેક મુશ્કેલીઓ નો સામનો કરીને તેમણે ટ્રસ્ટને એક માનવંતા સ્થાન પર સ્થાપિત કર્યું. તેઓ હંમેશા કહેતા કે જો મને ટ્રસ્ટ માટે દાન નહીં મળે તો હું ટ્રેનમાં ગાઈ- વગાડીને પણ ટ્રસ્ટ માટે દાન ભેગું કરીશ અને દર્દીઓની સેવા કરીશ. આવા મહાનુભાવ ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ (દેવદયા) વાંકાનેર દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સૌના સાથ સહકારથી આ કેમ્પ સફળ રહ્યો.

આ કેમ્પમાં કાન નાક ગળાના નિષ્ણાત ડો. આકાંક્ષા યાદવ પરસાણીયા, કાનમાં સાંભળવાની તકલીફ માટેના ઓડિયોગ્રામ રિપોર્ટના નિષ્ણાત શામજીભાઈ, ચામડીના રોગોના નિષ્ણાત ડો. દર્શિત આંબલીયા, હાડકા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ના નિષ્ણાત ડો. દિવ્યેશ જેતપરિયા, મગજ-માનસિક રોગો-વ્યસન મુક્તિના નિષ્ણાત ડો. શ્રુતિ રાઠોડ, ડાયાબિટીસના નિષ્ણાત ડો. હર્ષ ઠક્કર તથા મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત ડો. જય માધાણી એ આ કેમ્પમાં પોતાની સેવાઓનો લાભ આપ્યો હતો. આ કેમ્પમાં બધા મળીને કુલ 251 દર્દીઓએ લાભ લીધો હતો કુલ 6 ડોક્ટર અને 1 ઓડિયોલોજિસ્ટ દ્વારા સેવા આપવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, ખાસ હાજર રહેલ વિનોદભાઈ દોશી, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ (દેવદયા) વાંકાનેર Dist. 3232- J ના પ્રમુખશ્રી પ્રકાશભાઈ ધરોડીયા, ઉપપ્રમુખશ્રી કૌશલભાઈ પંડ્યા, મેમ્બર વિરાજભાઈ મહેતા અને ભરતભાઈ પટેલ અને ખાસ કરીને પાયાના પથ્થર દેવદયા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત વાંકાનેર કમિટમેન્ટ ગ્રુપના હર્ષાબેન ધરોડિયાની સેવાનો પણ લાભ આ કેમ્પમાં મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2005 થી આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા કાર્ય કરી રહ્યું છે. મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન, ત્રાસી આંખના વિનામૂલ્યે ઓપરેશન, કાનમાં સાંભળવાની તકલીફ હોય તેમને વિનામૂલ્યે મશીન, રાહત દરે ઈમ્પોર્ટેડ અને પ્રીમિયમ નેત્રમણી બેસાડવાની રાહત દરે સુવિધા, દાંત વિભાગ, ફિઝીયોથેરાપી વિભાગ, ક્લિનિકલ લેબોરેટરી વિભાગ, ડિજિટલ એક્સરે વિભાગ વગેરે દ્વારા દર્દીઓને રાહત દરે સેવા આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અત્યારસુધીમાં કુલ 25 જેટલી શાળાઓ નવી બનાવી છે અથવા રિનોવેશન કરાવી આપી છે. આ ઉપરાંત શાળાઓમાં ફર્નિચર, બોર્ડ વગેરે પણ આપવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો