Placeholder canvas

ચોટીલા વાંકાનેર બાઉન્ટ્રી પાસે સૂકું ખડ ભરીને જતા આઇસરમાં લાગી આગ…

ચોટીલા વાંકાનેર બાઉન્ડ્રી પાસે સૂકું ઘાસ ભરીને પસાર થઈ રહેલા આઇસર માં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે અચાનક આઇસરમાં આગ લાગવાની ઘટના બનતા હાઇવે ઉપર વાહનો પણ ખંભાવી દેવામાં આવ્યા હતા અને એકાદ કલાક સુધી ટ્રાફિકજામ થયો હતો.

સૂકું ઘાસ ભરીને જતા આઇસરમાં ચોટીલા વાંકાનેર બાઉન્ડ્રી પાસે આગ લાગી હતી ત્યારે આઇસર બળીને ખાખ થઈ જવા પામ્યું છે. જ્યારે ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આઇસર સળગી ગયા બાદ વાહનો પૂર્વવત કરવામાં પણ પોલીસ કામે લાગી ગઈ હતી.

આ સમાચારને શેર કરો