Placeholder canvas

મોરબી: ફેકટરીમાં લાગઈ આગ, ફાયર ટીમે દોઢ કલાકે કાબુ મેળવ્યો.

મોરબી: નેશનલ હાઈવે પર આવેલ ફેકટરીમાં આજે આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને બે ટીમે દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવા સાદુળકા નજીક આવેલ કેડા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયા લીમીટેડ નામની ફેકટરીમાં કંપની શેડ નજીકના ગ્રાસ મટીરીયલ્સમાં આગ લાગતા મોરબી ફાયર ટીમનું એક મીની ફાયર ફાઈટર તેમજ ૧ બ્રાઉઝર સહિતની ટીમ દોડી ગઈ હતી અને દોઢ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગને પગલે કોઈ જાનહાની થવા પામી નહતી જેથી ફાયર ફાયટરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E
આ સમાચારને શેર કરો