વાંકાનેર:લાલપર ગામે વાડામાં રાખેલ ઘઉંના ડુરના ઢગલામાં લાગી આગ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામે ખેડૂતના વાડામાં રાખેલ ઘઉંના ડુરના ઢગલામાં આગ લાગી હતી. જેના લીધે ખેડૂતના પાકને નુકસાન થયું હતું. આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટ થવાના લીધે લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચી હતી. તે પહેલા લોકોએ આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આથી, ઘઉંના અન્ય ઢગલાઓમાં આગ ફેલાય નહતી.

આગ લાગવાથી પશુ ચારો બળી ગયો છે તેમજ ટાયર અને બીજા ખેતી ના સાધનો આગમાં બળી ગયા છે, સદ્નનશીબે કોઈ જાનહાની થઈ નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 103
  •  
  •  
  •  
  •  
  •  
    103
    Shares