Placeholder canvas

મોરબી: રફાળેશ્વર પાસે પેકેજીંગના પૂંઠાનો કચરો ભરેલા ટ્રકમાં આગ લાગી

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ પાસે ટ્રકમાં પેકેજીંગના પૂંઠાના કચરાનો જથ્થો ભરીને એક ટ્રકચાલક પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકના રહેલા પૂંઠાના જથ્થામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

સમય સુચકતા વાપરીને ટ્રકચાલક નીચે ઉતરી ગયો હતો અને રોડની સાઈડમાં ટ્રકને રાખી દીધો હતો. પણ ટ્રકમાં પૂંઠાના જથ્થામાં લાગેલી આગ થોડી વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક ભડભડ સળગી ઉઠ્યો હતો.

રોડ ઉપર જાહેરમાં ટ્રક સળગતો હોય અને ટાયરમાં ભડાકા થવાની ભીતિથી ત્યાંથી પસાર થનાર વાહન ચાલકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે આ ટ્રકમાં લાગેલી આગની ઘટનામાં સદ્નસીબે જાનહાનીના સમાચાર મળ્યા નથી.

આ સમાચારને શેર કરો