Placeholder canvas

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે ગેસના ગોડાઉનમાં આગ લાગી…

મોરબીના ગાળા ગામે ગેસના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. તો બાટલાના ગોડાઉનમાં આગ લાગતા ગેસનો બોટલો ફૂટી હતી બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે ગેસના ગોડાઉનમાં આગ લાગી છે તો આગ લાગવાની ધટનાને પગલે ગોડાઉનમાં રહેલ ગેસની બોટલો પણ ફૂટી હોવાના દર્શ્યો સામે આવ્યા છે. ધટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

આજે સવારે ૯:30 વાગ્યાની આસપાસ ગાળા ગામ પાસે આવેલા એક કોમ્પ્લેક્સ માં બીજા માળે ગેસનું ગોડાઉન આવેલું છે જ્યાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાની જાણ થઇ હતી જેથી તુરંત ટીમ સ્થળ પર દોડી જઈને કામગીરી હાથ ધરી છે તો હાલ આગ લાગ્યાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી તથા આ દુર્ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું હોવાની માહિતી મળી નથી

આ સમાચારને શેર કરો