skip to content

રાજકોટ: બાપે પોતાની ત્રણ માસની દીકરી અને ચાર વર્ષના પુત્રની કરી હત્યા !!

રાજકોટ : રંગીલા રાજકોટમાં ધૂળેટીનું પર્વ લોહીયાળ બન્યું હતું.વહેલી સવારે અંદાજે પોણા ચારેક વાગ્યે યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે જલારામ ચીકી પાછળ આવેલા અજંતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં ચોકીદારના રૂમમાં રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી શખ્સ પ્રેમબહાદુર સાઉદ પર જાણે શૈતાન સવાર થયો હોઇ તેમ પોતાની ફુલડા જેવી ત્રણ જ મહિનાની દિકરી લક્ષ્મી, પત્નિ બસંતી (ઉ.વ.25) અને પુત્ર નિયત (ઉ.વ.4)ને ગળા પર છરીના ઘા ઝીંકી દેતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આરોપી પ્રેમબહાદુર સાઉદ ભાગી જાય એ પહેલા પકડી લેવાયો હતો.સિવિલ હોસ્પિટલના બીછાનેથી પોલીસે બસંતીની ફરિયાદને આધારે તેના પતિ વિરૂદ્ધ હત્યા,હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો.

ઝડપાયેલા આરોપી પ્રેમબહાદુર સાઉદે પત્ની બસંતીને એવું કહ્યું હતું કે,પોતાને ગુજરી ગયેલા દાદીમા શરીરમાં આવતાં હતાં અને તેના કહેવાથી તેણે પત્નિ, પુત્ર, પુત્રીને મારી નાખવા છરી વડે હુમલો કર્યો હતો.જો કે પત્નિ ઝપાઝપી કરી દિકરા, દિકરીને લઇને બહાર નીકળી જતાં તેણી બચી ગઇ હતી.ત્રણ માસની દિકરી માટે ગળા પરનો છરીનો ઘા જીવલેણ નીવડયો હતો.ચાર વર્ષના દિકરાની હાલત પણ ગંભીર હતી.સિવિલ હોસ્પિટલમાં તબિબોએ તુરંત ઓપરેશન હાથ ધરી બાળકને બચાવવા ભરપુર પ્રયાસ કર્યા છે.

નેપાળી ચોકીદાર પ્રેમબહાદુરએ છરીના ઘા ઝીંકી પરિવાર ઉપર કરેલા હુમલામાં ત્રણ માસની માસુમ દીકરી લક્ષ્મી બાદ ચાર વર્ષના પુત્ર નિયતનું પણ મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ,પ્રેમબહાદુર અજંતા એપાર્ટમેન્ટમાં જ ચોકીદારી કરી ત્યાં જ રૂમમાં રહેતો અને ત્યાં ફ્લેટ ધારકોની ગાડી સાફ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્ર હતા.તેના પત્નીના જણાવ્યા મુજબ પતિ દારૂ પી અવાર નવાર માથાકૂટ કરતો હતો.આ સમગ્ર બનાવને પગલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે આરોપીને પકડી કોર્ટહવાલે કરવા તજવીજ આદરી છે.

આ સમાચારને શેર કરો