વાંકાનેર

વાંકાનેર: વિશ્વ કપાસ દિવસ નિમિતે એફ્પ્રો સંસ્થા દ્રારા ખેડૂત શિબિર યોજાવામાં આવી

વાંકાનેર: વિશ્વ કપાસ દિવસ નિમિતે એફ્પ્રો સંસ્થા દ્રારા ખેડૂત શિબિર યોજવામા આવી જેમા એફ્પ્રો સસ્થાના પ્રોજેક્ટ મેનેજર નીતિનકુમાર બંસલ પ્રોડ્યુસર યુનિટ મેનેજર ગુલાબભાઈ સિપાઈ અને સોયબભાઈ પરાસરા ,પ્રવીણભાઈ ગોધાણી , પ્રિયંકાબેન તથા એફ્પ્રો સ્ટાફ અને મોરબી કેવીકે હેડ એમ એફ ભોરણીયા, વિસ્તરણ અધિકારી શોહીલ પીલુંડીયા, મિશન મંગલમમાથી ટીએલએમ નીશાબેન કડીવાર અને બહોળી સંખ્યામા ખેડૂતો હાજર રહયા હતા.

આ શિબિરમાં સંકલિત જીવાત નિયંત્રણ, ટકાવ ખેતીની ચર્ચા કરવામા આવી તથા રાસાયણિક દવાની નુકશાનકારકાતા, પ્રાકૃતિક ખેતી તરફ વળવા બાબતની ચર્ચા કરવામા તેમજ શિયાળુ પાક માટે આયોજન અને બિયારણ પસંદગી કરવા બાબતની ચર્ચા કરવામા આવી હતી. ખેડૂત લક્ષી સરકારની યોજના વિષે તથા સ્વસહાય જૂથોને મળતા લાભો વિષે માહીતી આપવામાં આવી અને તમામ મુદ્દાઓ પર ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.

આ સમાચારને શેર કરો