સિંધાવદર તાલુકા શાળામાં શિક્ષિકા સવિતાબેન પંડ્યા વયનિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો.

વાંકાનેર: આજે સિંધાવદર તાલુકા શાળામાં શિક્ષિકા સવિતાબેન પંડ્યા વયનિવૃત થતાં તેમને વિદાય આપવા માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. સવિતાબેન 2016 થી અત્યાર સુધી આ શાળામાં ફરજ બજાવી. પોતાની શૈક્ષણિક આવડતથી ઘણા બાળકોને આગળ અભ્યાસ માટે મોકલ્યા. તેઓ આજે વયમર્યાદાને લીધે નિવૃત થયા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના માજી કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસિયા , સિંધાવદર ગ્રામ પંચાયતના માજી સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, વાંકાનેર શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અશોકભાઈ સતાસીયા, વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્ય ઇબ્રાહીમભાઇ, crc co ઈરફાન શેરસિયાં, smc અધ્યક્ષ માણસીયા યુનુસભાઈ અને શાળાના આચાર્ય ઝાકીર શેરસીયાં તથા શાળાના શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો