મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ખીજડીયા પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઇ
વાંકાનેર: આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે શ્રી ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કુલ ૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની વિચાર શૈલી મુજબ વ્યસનમુકિત અંગેના સંદેશ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા.
આ સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવીયા હતા
ત્યારબાદ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારિરીક, આર્થિક નુકસાન અને વ્યસન છોડવા માટે માહિતીગાર કરીયા હતા, આ કાર્યક્રમમાં સિંધાવદર પ્રા.આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો.ધવલ રાઠોડ પણ ઉપસ્થિત રહીયા હતા અને સ્પર્ધાના અંતે શાળાના શિક્ષક નજમાબેને પણ વિદ્યાર્થીઓને વ્યસન છોડવા અને પોતાના પરીવારના સભ્યોને પણ વ્યસન મુકત બનવા માટે જણાવ્યું હતુ.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…