મોરબી : મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર ગત રાત્રીના અરસામાં એક ક્રેટા કારમાં અચાનક આગ લાગતા અગનગોળો બની હતી. જો કે કારમાં સવાર લોકો તુરંત નીચે ઉતરી ગયા હતા. જેથી કોઈને ઇજા પહોંચી નથી. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટિમે તુરંત ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.