વાંકાનેર: માટેલનાં ચાર વ્યક્તિઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ માટેલ ગામે આજે ચાર વ્યક્તિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે

મળતી માહિતી મુજબ માટેલ ગામના સવાભાઈ રામભાઈ ચાવડા (ઉંમર વર્ષ 60) ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરે તેમની પત્ની તેમના પોતાના ઉકરડા માં કચરો નાખવા જતા હતા ત્યારે આ ચાર આરોપી 1 અવચરભાઈ જગાભાઈ બાવરવા, 2 કૈલાશભાઈ અવચરભાઈ બાવરવા 3 કમલેશભાઇ અવચરભાઈ બાવરવા 4 દેવુબેન અવચરભાઈ બાવરવા બધા રહે માટેલ. ભૂંડા બોલી ગાળો આપતા તેમના પતિ એટલે કે ફરિયાદી સવાભાઈ રામભાઇ ચાવડા ત્યાં જતા તેમને તેમને પકડીને ઢીકાપાટુ, લાકડી ઊંધો પાવડાથી માર મારીને ભૂંડા બોલી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ફરિયાદીને પોતાની જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને આ તમામ આરોપીએ ગુનો આચરવામાં એકબીજાની મદદ કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે આ ફરિયાદ નોંધીને હવે આગળની તપાસ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (ઍસ સી એસ ટી સેલ) કરશે..

આ સમાચારને શેર કરો