Placeholder canvas

માળીયા: જુના ઘાટીલા ગામે ટ્રેકટરના વ્હીલમાં બાળકી આવી જતા થયું મૃત્યુ

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં જીરુંના પાકમાં ટ્રેકટર ચલાવતી વખતે ટ્રેકટર ચાલકે ત્રણ વર્ષની બાળકીને ટ્રેકટરના તોતિંગ વ્હીલ નીચે કચડી નાખતા બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં ઇબ્રાહિમભાઈ હમીરભાઈ ચાનીયાની વાડીએ પોતાના ત્રણ બાળકો સાથે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની લીલાબેન નરભુભાઈ અજનારની ત્રણ વર્ષની દીકરી ક્રિષ્મા જીરુંના પાકમાં રમતી હતી ત્યારે કાળુભાઇ નામના ટ્રેકટર ચાલકે ટ્રેક્ટરને રિવર્સમાં ચલાવતી વખતે બાળકીને ટ્રેક્ટરના વ્હીલ નીચે કચડી નાખતા બાળકીનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે માળીયા પોલીસે લીલાબેનની ફરિયાદને આધારે ટ્રેકટર ચાલક કાળુભાઇ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો