Placeholder canvas

માળીયા મીં તાલુકાના નવનિયુકત ચુંટાયેલ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ ખાતે આવેલા સતેશ્વર હનુમાન ની જગ્યાએ આજ રોજ માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિના નેજા હેઠળ નવ નિયુક્ત સરપંચો અને ગત્ ટર્મ ના સરપંચોનુ સન્માન સમારંભ રાખવામાં આવેલ હતો.

જે ગામ ના લોકો આપણા ઊપર વિશ્વાસ મુકયો છે.તે ગામ ના વચનો ને વિશ્વાસ ને સાથઁક કરવોએ સહુ ની ફરજ છે. આગામી સમય મા આ સમિતી ના માધ્યમ થી જે ગામ ના સરપંચ તથા આગેવાનો સાથે સલાહ સુચન મુજબ કાયોઁ કરવા મા આવશે

જે ચુટાયેલ સરપંચ મિત્રો ને એવુ લાગે કે આપણા ઊપર લોકો વિશ્વાસ મુકેલ છે તે વિશ્વાસ મા ખરા ઊતરવા માટે કંઈક અલગ નવુ રચ્નાત્મક કામગીરી કરવા માટે આ સમિતી ને સાથ સહકાર આપવા હાકલ કરવામાં આવી હતી. માળીયા મીં તાલુકા મા નવા સરપંચશ્રી તથા સભ્યો જેમના મા કઈક અલગ શકિત ને સામઁથ્ય ધરાવતા લોકો બૌધિક લોકો આ સમિતી સાથે જોડાઈ ને માળીયા મી તાલુકા તથા ગામ ને કઈક આપવા નો સહિયારો પ્રયાસ કરાયો હતો.

માળીયામિતાલુકાયુવાવિકાસ_સમિતી નીચે મુજબ ના કાયોઁ કરવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી

માળીયા તાલુકાના યુવાનો વડિલો ને આગેવાનોના અભિપ્રાય ને આવેલ સુચનો મુજબ હાલમા આ સમિતી નીચે મુજબના કાયઁ કરશે

(1.)વિધાથીઁ,યુવાપ્રતિભાઓ ને શિક્ષણવિદો નુ દર વષઁ સન્માન કાયઁક્રમ કરવા

(2.).માળીયા તાલુકા મા હરિયાળી ક્રાન્તિ લાવવા માટે જનજાગૃતિ ના કાયઁક્મો કરવા.ને વૃક્ષારોપણ કરાવવુ.

(3.)વૃદધ.નિરાધાર, નિસંતાન,વિધવા બહેનો ને સરકારશ્રી ની વિવિધ યોજના ઓ ના લાભો ઘરે બેઠા અપાવશુ

(4).રમત ગમત ના કાયઁક્મો કરવા

(5).બેસ્ટ ગ્રામ પંચાયત ને સરપંચો નુ સન્માન કરવુ

(6).માળીયા તાલુકા ના વણઊકેલાયેલ લોકહિત ના પ્રષ્નો ને યોગ્ય પ્લેટફોમઁ સુઘી પહોચતા કરવા મા મદદ કરવી

(7).તાલુકા માથી 5 ગામો ને દતક લઈ ને તે ગામો ની કામગીરી પૂણઁ કયાઁ બાદ બીજા ગામો મા ક્રમશ:હ કામગીરી કરવી

(8).એડવોકેટ,પત્રકાર,સામાજીક શૈક્ષણિક આગેવાનો ના માઘ્યમ થી સમાયાન્તરે સેમિનારો લોકદરબાર નુ આયોજન કરવુ

(9.)મેડિકલ કેમ્પ નુ આયોજન કરવુ

શરૂઆત ના તબકે તાલુકા માથી કોઈપણ પાંચ ગામો ને દતક લઈ ને આવતા મહિના થી કામગીરી ચાલુ કરવા મા આવશે.ત્યાર બાદ ક્મશ અન્ય ગામો મા નિરંતર કામગીરી કરવા મા આવશે. આ સમિતિ સંપૂણઁ બિન રાજકિય હશે ને સવઁસમાજ માટે કામગીરી કરવા મા આવશે..

આ ગૃપ મા કોઈપણ સારા લોકો જે ખરેખર સેવા આપવા ની ભાવના ઘરાવતા હોય ને ગામ ને તાલુકા નુ ભવિષ્ય વિશે વિચારવા ની ભાવના ઘરાવતા હોય એવા લોકોને સમીતી મા જોડશે.

માળિયા મીયાણા યુવા વિકાસ સમિતિના મનવીરભાઇ ખાંડેખા, નયનભાઇ કાવર, જીલ્લા પંચાયત સદસ્ય કિશોર ભાઇ ચીખલીયા, મુસ્તાક ભાઇ ભોરણયા, સરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદીપ સીહ જાડેજા, વરીષ્ઠ પત્રકાર કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને માળિયા મીયાણા તાલુકા ને સર્વાંગી વિકાસ માટે માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિની સ્થાપના કરી હતી.

આ સમાચારને શેર કરો