Placeholder canvas

વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર ક્યાંથી પકડાય? જાણો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પલાસ-માટેલ રસ્તા ઉપરથી વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર પકડી પાડી હતી જોકે ડ્રાઇવર કાર રેઢી મૂકી નાસી જતા તેમને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી પલાસ ગામ પાસે માટેલ તરફ જવાના કાચા રસ્તા પાસેથી સેન્ટ્રો કાર નંબર GJ-13-NN-9204 માથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 84 બોટલ કિંમત રૂપિયા 31,500 કબ્જે કરી હતી.

કારનો ડ્રાઇવર પોલિસને જોઈને કાર રેઢી મૂકી નાસી છૂટતા પોલીસે 31,500ની કિંમતનો દારૂ અને રૂપિયા 2 લાખની કિંમતની કાર મળી કુલ 2,31,500નો મુદ્દામાલ કબ્જે લઈ કાર નંબરને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો