Placeholder canvas

વાંકાનેર લુણસરીયા ફાટક પાસેથી વિદેશી દારૂ ભરી વેગાનાર કાર ઝડપાઈ

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર: શહેર પોલીસે લુણસરીયા ફાટક પાસેથી વિદેશી દારૂની નંગ 96 કિંમત.રૂ 36000 સાથે વેગાનાર કાર એક લાખ રૂપિયા કુલ મળી 136.000 મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડયા હતા.

વાંકાનેર સીટી પોલીસસ્ટાફને ખાનગી બાતમી મળેલ
થાન રોડ ઉપરથી વાંકાનેર તરફ લુણસરીયા ફાટકથી એક વેગેનાર કાર નં-જી.જે ૨૭ કે ૪૬૧૯ વાળી કાર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ આવવામા છે. જે હકીકત આધારે એ જગ્યા પર તાત્કાલીક પોલીસ સ્ટાફ સાથે પહોંચતા ઉપરોકત હકીકત વાળી કાર (ગાડી) નિકળતા રોકીને તલાશી લેતા તેમાથી ભારતિય બનાવટ પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરીયાણા લખેલ ૭૫૦ મી.લીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૯૬ કીરૂ ૩૬૦૦૦/- તથા વેગેનઆર કાર જી.જે.27કે ૪૬૧૯ કી.રૂ.૧૦૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧.૩૬૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) મનસુખભાઈ બાબુભાઈ વાઘેલા જાતે-અનુ.જાતી ઉવ.૨૮ ધંધો ખેતી રહે.સોમાસર તા.મુળી જી.સુરેન્દ્રનગર (૨) ગણપતભાઈ મોહનભાઈ વાઘેલા અનુ.જાતી ઉવ.૨૪ ધંધો-ખેતી રહે.સોમાસર તા.મુળી જી.સુરેન્દ્રનગરને ઝડપી લઈને વાંકાનેર સીટી પોસ્ટેમાં પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬બી,૯૮(૨),૮૧મુજબ ગુનો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી પીએસઆઇ બી. ડી. જાડેજા એ.એસ.આઇ હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા હેડ કોસ્ટેબલ હરપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા વગેર પોલીસ સ્ટાફ જોડાયો હતો.

આ સમાચારને શેર કરો