વાંકાનેર

વાંકાનેર: ચંદ્રપુરમાં કરિયાવર ઉધારે લેવામાં વચ્ચે રહેલા યુવાને પૈસાની ઉઘરાણી કરતાં આરોપીએ માથામાં ઇંટ ઠોકી..!!

વાંકાનેર: ચંદ્રપુર ગામનો યુવાન ફર્નિચરના શોરૂમથી કરિયાવરની ખરીદી માટે અન્ય ઈસમને બાકી માલ અપાવી પૈસાની લેતીદેતી માટે વચ્ચે રહ્યો હોય, જેમાં બાકીદાર વેપારીને પૈસા નહીં આપતાં યુવાનને આરોપી પાસે પૈસાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાયેલા આરોપીએ યુવાનને ગાળો આપી ઈંટથી માથામાં પાછળના ભાગે ઇજાઓ પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના ચંદ્રપુર ગામેં રહેતા ફરિયાદી ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસીયા (ઉ.વ. ૪૫) એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી કાદરભાઈ અલ્લારખાભાઈ સંધી (રહે. લાલપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ પોતાની જવાબદારી આરોપીને ફર્નિચરના શોરૂમમાંથી બાકીમાં કરિયાવરની ખરીદી કરી આપી હોય, જેથી ફરિયાદીએ આરોપીને બાકી પૈસા મામલે ફોન કરતા આ બાબતનું સારું નહીં લાગતા ઉશ્કેરાયેલા આરોપીએ ચંદ્રપુરના બોર્ડ પાસે આવી ફરિયાદીને ગાળો આપી ઈંટનો છુટો ઘા કરી માથામાં ઇજાઓ પહોંચાડતા આ મામલે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો